પુરી શાક વેચતા દુકાનદારે કરી આટલા લાખની GST ચોરી
વેપારીને પકડવા AI નો ઉપયોગ : GST ટીમને દરોડૉ પાડવામાં એક મહિનો લાગ્યો
ઉત્તરપ્રદેશ રાજ્યના ટેક્સ વિભાગે ગાઝિયાબાદમાં પુરી-શાકની દુકાન પર દરોડા પાડ્યા છે અને ત્યાંથી 17.85 લાખની ટેક્સ (જીએસટી) ચોરી કરતી ઝડપાઈ છે.
દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદ, NCRમાં માલીવાડા ચોક ખાતેની પ્રખ્યાત પુરી-શાકની દુકાન છે. ગુરુવારે યુપી સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે ટેક્સ ચોરીને લઈને દુકાન અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 17.85 લાખ રૂપિયાની કરચોરી ઝડપાઈ હતી. GST ટીમને આ દરોડા પાડવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આ માટે ટીમ દ્વારા AI ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગાઝિયાબાદના માલીવાડા ચોક ખાતે સ્થિત સૈયા જી પુરી વેચનારની ઓળખ
આ દરોડા અંગે GST વિભાગના એડિશનલ કમિશનર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડ સ્કીમની તપાસ માટે ટીમ દ્વારા SOP જારી કરવામાં આવી છે. એસઓપીના આધારે AI ટૂલ્સનો ઉપયોગ કરીને, GST ટીમે ગાઝિયાબાદના માલીવાડા ચોક ખાતે સ્થિત સૈયા જી પુરી વેચનારની ઓળખ કરી હતી. માર્કિંગના લગભગ એક મહિના પછી જાણવા મળ્યું કે સૈયાજી પુરીની SOP સ્કીમના ધોરણો પ્રમાણે ન હતી.
આ દરોડો લગભગ 10 કલાક સુધી ચાલ્યો હતો. દરોડા પછી જ્યારે તમામ ડેટા ભેગા કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે 17.85 લાખ રૂપિયાની કરચોરી મળી આવી હતી.