વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઝટકો : વોટ ચોરીના આક્ષેપની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- તપાસ માટે સીટ નહિ રચાય
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા મત ચોરીના આરોપોની તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અરજીમાં કોંગ્રેસના નેતાના નિવેદનોની વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી.
જાહેર હિત અરજી એડવોકેટ રોહિત પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા મત ચોરીના આરોપોની તપાસ માટે સીટની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવે.
જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની બે સભ્યોની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે અરજદારે ચૂંટણી પંચનો સંપર્ક કરવો જોઈએ. કોર્ટે કહ્યું, “ચૂંટણી પંચ પાસે આવી બાબતોની તપાસ કરવાનો અધિકાર છે. તમે ત્યાં જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.”
આ પણ વાંચો :ડિજિટલ લાંચ! અમદાવાદમાં RTOની મહિલા ક્લાર્ક QR કોડ મોકલી લાંચ લેતા ઝડપાઈ, ACBની સફળ ટ્રેપ
સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ સાથે, રાહુલ ગાંધી દ્વારા મત ચોરીના આરોપોની સીટ તપાસની માંગ હવે સમાપ્ત થઈ ગઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયા અથવા પરિણામો સંબંધિત ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર ફક્ત ચૂંટણી પંચ પાસે છે; ન્યાયતંત્ર સીધી દખલ કરી શકતું નથી. અરજદારની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે જાહેર કર્યું કે આ કેસમાં જાહેર હિતની અરજીનો કોઈ અર્થ નથી અને તેને રદ કરવામાં આવે છે. આમ રાહુલના નિવેદનો પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો અદાલતે ઇનકાર કરીયો હતો .
