તલાશી દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં
દિલ્હીની એક સ્કૂલમાં બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો . આ ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ કેમ્પસને ખાલી કરી દેવામાં આવ્યુ હતું. જો કે સદનસીબે તલાશી બાદ કાઇ વાંધાજનક મળ્યું નહતું.
આ ઘટના સાઉથ દિલ્હીના આરકે પૂરમ સ્કૂલની છે. સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો . આ સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી . ઘટના સ્થળ પર બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ વિભાગ અને સ્થાનિક પોલીની ટીમ પહોંચી ગઈ હતી.
બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ કેમ્પસની તલાશી લેવામાં આવી હતી. ઈમેલ કાલે આવ્યો હતો. આજે સવારે જોયા બાદ સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા પોલીસને કોલ કરવામાં આવ્યો હતો.
ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રિન્સિપાલના રૂમની આસપાસ બોમ્બ રાખવામાં આવ્યો છે. સવારે બોમ્બની ધમકી મળ્યા બાદ કલાકો સુધી ચાલેલી તલાશીમાં કંઈ મળ્યું નહોતું તેથી આ મેલને ફેક જાહેર કરવામાં આવ્યો હતો.