નેવીના જહાજ ઉપરથી જવાન ભેદી સંજોગોમાં છ દિવસથી ગુમ
પરિવારજનોએ સીબીઆઇ તપાસની માગણી કરી
બનાવ અંગે કુટુંબીજનોને બે દિવસ બાદ જાણ કરાઈ
ભારતીય નેવીના એક જહાજ પરથી એક જવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ભેદ ભરમ સર્જાયા છે. આ બનાવ અંગે જવાનના પરિવારજનોએ સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માગણી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ તારીખ 27 ફેબ્રુઆરીના રોજ એ જહાજ ઉપરથી સાહિલ વર્મા નામનો જવાન અચાનક ગુમ થઈ ગયો હતો. નેવી દ્વારા વિશાળ જહાજ કાફ્લા અને એરક્રાફ્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ લાપતા બનેલા યુવાનો કોઈ પતો લાગ્યો નહોતો.
એ જવાન ના જમ્મુમાં રહેતા પિતા સુભાષ ચંદેરના જણાવ્યા ઉપર એ જહાજમાં 400 લોકો હતા.એ શોકમગ્ન પિતા સવાલ કરે છે કે મારો પુત્ર જ કેમ ગાયબ થઈ ગયો? તેમના કહેવા મુજબ સીસીટીવી કેમેરામાં એ જહાજ ઉપરથી કોઈ દરિયામાં પડી ગયું હોય તેવા દ્રશ્ય નજરે નથી પડતા.
તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે મારો પુત્ર ગાયબ થઈ ગયો હોવાની ઘટના અંગે અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને છેક બે દિવસ પછી 29 તારીખના રોજ જાણ કરવામાં આવી હતી. સાહિલના માતા રમાકુમારીએ ‘ કાંઈક છુપાવવામાં આવતું ‘ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. વેસ્ટન નેવલ કમાન્ડ દ્વારા આ બનાવ ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ નીમવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું