એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
એજબેસ્ટનમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જાડેજાની ઓવરમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Captain 🤝 Vice Captain. ❤️ pic.twitter.com/ViFr4zPUgu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે પહેલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન શુભમન ગિલને માથામાં બોલ વાગતાં ભારતીય શિબિર અને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. આ ઘટના રવિન્દ્ર જાડેજાની ઓવર દરમિયાન બની હતી, જ્યારે હેરી બ્રુક તેના એક બોલ પર જોરદાર ડ્રાઇવ કરવા ગયો હતો, પરંતુ બોલ બેટની ઉપરની ધાર પર વાગ્યો અને સીધો ગિલ પાસે ગયો. ગિલ પ્રતિક્રિયા આપે તે પહેલાં, બોલ તેના માથા પર વાગ્યો.
આ પણ વાંચો : PNB કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ

ગિલના માથા પર બોલ વાગતાની સાથે જ તે પીડાથી કણસવા લાગ્યો. ગિલ પીડાથી પરેશાન દેખાતો હતો. તેણે રિષભ પંતને પોતાનું માથું બતાવ્યું અને પછી ફિઝિયોને બોલાવવાનો સંકેત આપ્યો. જોકે, ફિઝિયોએ તેની સ્થિતિ તપાસી, થોડી સારવાર આપી. રાહત એ હતી કે ગિલ સ્વસ્થ દેખાતો હતો અને થોડા સમય પછી તેણે ફિલ્ડિંગ શરૂ કરી. ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો.