પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ આવ્યું બહાર : 9 હજાર લોકોએ છેતરપિંડી કરી રૂ.1.20 લાખની સહાય રકમ લઈ લીધી
પીએમ આવાસ યોજનાને લઈને બુધવારે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પીએમ આવાસ યોજનાના દુરૂપયોગની વાત બહાર આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક આવાસ યોજના અંતર્ગત આજ સુધી એવા લોકોને ઘરો આપવામાં આવ્યા છે જેમના પાસે રહેવા માટે છત ન હતી. પરંતુ હાલમાં 9,000થી વધુ લોકો સામે આવી રહ્યા છે જેમણે આ યોજના હેઠળ રૂપિયા 1.20 લાખની સહાય રકમ ભ્રામક રીતે મેળવી છે એટલે કે સરળ ભાષામાં સમજીએ તો આ લોકો પાસે પહેલાથી જ ઘર હતા.
મકાન હોવા છતાં સહાય લીઘી
આ મામલે ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું છે કે, ઘણા લાભાર્થીઓએ ખોટા દસ્તાવેજો આપી, સરકારી સહાય માટે અરજી કરી અને મંજૂરી મેળવી. ઘણી જગ્યાએ તો ખબર પડી કે, કેટલાક લાભાર્થીઓના તો બે માળવાળા મકાન હતા.
આ પણ વાંચો : મારી દીકરી ભાગી ગઇ તેમાં તારો જ હાથ છે : ગરબા કલાસિસ સંચાલકને વકીલની ધમકી
એક શહેરમાં 3,127 જેટલાં લાભાર્થીઓએ પ્રથમ હપ્તો પરંતુ પછી એક ઈંટ પણ ન મૂકી. મુખ્ય વિકાસ અધિકારી હર્ષિકા સિંહે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને તે અધિકારીઓની પણ તપાસ ચાલી રહી છે, જેમણે આ દાવાઓને મંજૂરી આપી હતી. હવે પ્રશાસન દ્વારા પૈસા પાછા વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બીજા પણ કૌભાંડ થયા
એક રિપોર્ટ અનુસાર આવાસ યોજના જેવી જ ભ્રષ્ટાચારની સ્થિતિ પેન્શન યોજનાઓમાં પણ જોવા મળી છે. વિવિધ વિભાગો જેમ કે સામાજિક કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, અને વિકલાંગ કલ્યાણ દ્વારા ચલાવાતી યોજનાઓમાં રૂપિયા 40 લાખથી વધુની રકમનો દુરુપયોગ થયો છે.