સાઉદી,યુએસ અને ભારત વચ્ચે રેલ- પોર્ટ પ્રોજેક્ટ કરાર થશે
G20 સમિટ દરમિયાન ભારત, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે રેલ અને પોર્ટ કનેક્ટિવિટી અંગેના કરાર પર હસ્તાક્ષરો થશે. ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ ના કાઉન્ટર મેજર તરીકે આ યોજના અમલમાં આવ્યે વિશ્વ વ્યાપારમાં નવા યુગનો પ્રારંભ થશે.
અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન ફીનર ના જણાવ્યા અનુસાર G 20 શિખર સંમેલનની આ સૌથી મોટી ઉપલબ્ધિ હશે. તેમણે કહ્યું કે અમેરિકા,સાઉદી અરેબિયા અને ભારતની મુખ્ય ભાગીદારીવાળા આ પ્રોજેક્ટમાં યુનાઇટેડ આરબ અમીરાત અને યુરોપિયન યુનિયન પણ સામેલ થશે. એ પણ ખૂબ સૂચક છે કે આ કરાર એ સમયે થઈ રહ્યા છે જ્યારે ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધો સામાન્ય કરવા માટે અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે.
આ યોજના અમલમાં આવવાથી મીડલીસ્ટ અને યુરોપ સાથેના ભારતના તેમજ આ યોજનામાં સમાવિષ્ટ તમામ દેશોના વાણિજ્ય વ્યવહાર તેમજ આયાતની વિકાસ ક્ષેત્રે જબરજસ્ત પરિવર્તન આવવાની સંભાવના છે. સાઉથ એશિયા સીમા ચીનના પ્રભુત્વ ને પણ આ પ્રોજેક્ટને કારણે બ્રેક લાગશે.