અરુણાચલમાં ભૂસ્ખલનની ચીનને જોડતો ધોરીમાર્ગ ધોવાઈ ગયો
અરુણાચલમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે દીબાંગ ખીણ પ્રદેશમાં ભૂસ્ખલન થતાં એ વિસ્તાર બાકીના ભારતથી સંપર્કવિહોણો બની ગયો હતો.રસ્તાનું સમારકામ અને વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગશે તેવું તંત્ર એ જણાવ્યું હતું.
નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે 313 ઉપર હુનલી અને અનીની વચ્ચેનો રસ્તો ધોવાઈ જતા સ્થાનિક લોકો અને સુરક્ષા દળોનું પરિવહન અટકી ગયું છે.આ રસ્તો છેક ચીન સાથેની સરહદ સુધી પહોંચે છે.
તંત્ર એ લોકોને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં ન જવા, રાત્રે બહાર ન નીકળવા,તળાવોમાં માછીમારી ન કરવા અને જમીન ન ખોદવા અનુરોધ કર્યો હતો.