બાંગ્લાદેશનાં કાલી મંદિરમાંથી મોદીએ ભેટ આપેલ સોનાનો મુગુટ ચોરાઈ ગયો
ઢાકા ખાતેના ભારતીય દુતાવાસે ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશના સાતખીરા ખાતે આવેલા કાલી માટેના પ્રખ્યાત જેશોરેશ્વરી મંદિરમાંથી માતાજીની મૂર્તિનો સોનાનો ઢોળ ચલાવેલ ચાંદીનો મુગુટ ચોરાઈ ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021 ના માર્ચ મહિનામાં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન એ મુગટ ની ભેટ આપી હતી.
આ પ્રાચીન મંદિરમાં સદીઓથી સેવા પૂજા કરતા પૂજારી પરિવારના જ્યોતિ ચટ્ટોપાધ્યાયના જણાવ્યા અનુસાર ગુરુવારની રાત સુધી એ મુગટ માતાજીના મસ્તક ઉપર હતો પરંતુ શુક્રવારે સવારે મંદિર ખોલ્યું ત્યારે તેની ચોરી થઈ ગઈ હોવાની જાણ થઈ હતી. આ બનાવ અંગે ઢાકા ખાતેના ભારતીય રાજદૂતાવાસે ચિંતા ની લાગણી કરી અને તાત્કાલિક ચોરને પકડવા તેમજ મુગટ સલામત રીતે પરત લાવવાની માંગણી કરી હતી.
51 શક્તિપીઠમાં સમાવેશ થાય છે 12 મી સદીમાં નિર્માણ પામ્યું હતું
સાતખીરાના ઈશ્વરપુરમાં આવેલ આ મંદિરનો 51 શક્તિપીઠમાં સમાવેશ થાય છે. 12 મી સદીમાં અનારી નામના બ્રાહ્મણે આ મંદિર બનાવ્યું હતું. તેમાં 100 દરવાજા હતા. ત્યારબાદ 13મી સદીમાં લખમશી સેન અને 16 મી સદીમાં રાજા પ્રતાપાદિત્યએ તેનો પુનઃ નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ તેમની મુલાકાત દરમિયાન આ મંદિરમાં સ્થાનિક લોકોને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક હેતુ માટે તેમજ વાવાઝોડા જેવી દુર્ઘટના સમયે આશ્રય મેળવી શકાય એ માટે ભારત તરફથી વિશાળ હોલ બનાવી દેવાની જાહેરાત કરી હતી.