સોની વેપારીને મિત્રના મિત્રએ માર્યો 31.77 લાખનો ધૂંબો! રાજકોટમાં નોંધાઈ વધુ એક છેતરપિંડીની ઘટના, વાંચો શું છે મામલો
રાજકોટમાં દર બીજા-ત્રીજા દિવસે સોની બજારમાં વેપારી સાથે છેતરપિંડીના બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે આવી જ વધુ એક રાવ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં સાનેી વેપારીને મિત્રના મિત્રએ રૂા.31.77 લાખનો ધૂંબો માર્યો હતો.
આ અંગે કિશન કનુભાઈ કાકડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સુરત રહેતા તેના મિત્ર ડેનિસ ગોધાણીએ ફોન કરી કહ્યું હતું કે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર ગીતાનગરમાં રહેતો હર્ષ દીપકભાઈ સીનોજીયાને સોનાના દાગીના ખરીદવા હોય તે કિશનની દુકાને આવશે.
આ પણ વાંચો :ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે : વિશાખાપટનમના IT હબમાં ગૂગલનું US પછીનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે
આ પછી હર્ષ કિશનની પેલેસ રોડ પર આશાપુરા મંદિર સામેની બાજુએ આવેલા ટંકારાવાલા કોમ્પલેક્સમાં દુકાન નં.320 કે જે એનેક્સ ગોલ્ડ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યો હતો અને 8.87 લાખ તેમજ 6.78 લાખની કિંમતના બે નેકલેસ લીધા હતા. આ પૈકી 8.87 લાખના નેકલેસનું પેમેન્ટ કિશનને આરટીજીએસ મારફતે મોકલી દીધા બાદ બીજા દિવસે ફણી તે આવ્યો હતો અને 100 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે ફરી 100 ગ્રામનું બિસ્કિટ લઈ ગયો હતો. આ પ્રમાણે 200 ગ્રામ સોનાના બિસ્કિટ તેમજ અગાઉ 6.78 લાખની કિંમતનો નેકલેસ લઈ ગયોહોય તેના પૈસા આપવાનું નામ જ ન લઈ રહ્યો હોવાને કારણે આખરે તેના વિરુદ્ધ 31.77 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
