મુંબઈમાં રહેણાંક ઇમારતમાં લાગી આગ 6 માળ લપેટમાં આવ્યા…..જુઓ વિડિયો
મુંબઈમાં એક રહેણાંક બહુમાળી ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ સમગ્ર બિલ્ડિંગમાં અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના ત્રીજા માળેથી શરૂ થયેલી આગ થોડી જ વારમાં 18મા માળે પહોંચી ગઈ હતી. જો કે ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. બધા જ રહેવાસીઓને સમયસર બહાર કાઢી લેવાયા હતા માટે કોઈ જાનહાનિ થઈ નહતી. ફક્ત 3 માળ સુધી જ પરિવારો વસવાટ કરે છે.
આ ઘટના ડોમ્બિવલી પૂર્વમાં લોઢા પાલવા ટાઉનશીપના ફેઝ 2માં આવેલી કાસા ઓરેલિયા બિલ્ડીંગમાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આગ વધે તે પહેલા બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.
આગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ લાગી હતી. નીચેના માળે લાગેલી આગ ધીમે ધીમે 18માં માળ સુધી પહોંચી ગઈ હતી. બિલ્ડિંગ હજુ પણ નિર્માણાધીન છે, જેના કારણે લોકો પહેલા ત્રણ માળે જ રહેતા હતા. તે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ પ્રથમ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, પરંતુ આગ વધી જતાં વધુ 5-6 ગાડીઓ મોકલવામાં આવી હતી.
ભારે જહેમત બાદ 3 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તે જ સમયે, બિલ્ડિંગમાં આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમારતના આગળના ભાગમાં લગભગ તમામ માળ સળગતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.