MPમાં બારમા ધોરણના છાત્રએ શાળામાં જ પ્રિન્સિપાલની હત્યા કરી : વોશરૂમમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ધમોરા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના બારમા ધોરણમાં અભ્યાસ કરતા 17 વર્ષના એક વિદ્યાર્થીએ એ સ્કૂલના પ્રિન્સિપાલની પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળીબાર કરી હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ એ શાળાના 55 વર્ષની વયના પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સક્સેના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવી માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા.
જે વિદ્યાર્થીઓ હત્યા કરી તેને શિસ્ત ભંગ બદલ તેમને ઠપકો આપ્યો હતો. એ બાબતે પ્રિન્સિપાલે એ વિદ્યાર્થીના વાલીઓનું પણ ધ્યાન દોર્યું હતું. દરમિયાન શુક્રવારે ફરી એક વખત પ્રિન્સિપાલે તેને ઠપકો આપી અને હવે પછી આકરાં પગલા લેવાની ચેતવણી આપી હતી. એ ઘટના બાદ સુરેન્દ્રકુમાર સક્સેના વોશરૂમમાં ગયા ત્યારે એ વિદ્યાર્થી તેમની પાછળ ત્યાં પહોંચ્યો હતો અને તેમના લમણામાં ગોળીબાર કરી ઠંડે કલેજે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ એ વિદ્યાર્થી પ્રિન્સિપાલ ની ઓફિસમાં ગયો હતો અને તેના સ્કૂટરની ચાવી લઈ ચાલતી પકડી હતી. બનાવની જાણ થતા પોલીસે નાકાબંધી કર્યા બાદ એ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશની સરહદ નજીકથી ઝડપાઈ ગયો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરા માટે થઈ ગઈ હતી. હત્યા કરતા પહેલા
આરોપી પ્રિન્સિપાલની ચેમ્બરમાં ગયો હતો અને ત્યાં તેણે ખુરશીઓ ઉછાળી હોવાનું કેમેરામાં નજરે પડ્યું હતું.