ખંઢેરી સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ માટે ખુરશી લાવવી પડી, જાણો કારણ
આ મેચ દરમિયાન મેદાન પર કંઈક નવું જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમનો બેટ્સમેન પીચની પાસે ખુરશીમાં બેઠેલો જોવા મળ્યો હતો. આ જોઈને ઘણાંને આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે ડગઆઉટમાં ખેલાડીઓ ટેન્ટ નીચે ખુરશી નાખીને બેઠેલા જોવા મળતા હોય છે પરંતુ મેદાનની વચ્ચે જ્યારે સ્ટીવ સ્મિથ બેઠેલો જોવા મળ્યો તેની પાછળ એક રસપ્રદ કારણ છે.
રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝની અંતિમ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન પડેલા ડ્રીંક્સ બ્રેકમાં 61 રન પર બેટિંગ કરી રહેલો સ્ટીવ સ્મિથ મેદાનમાં ખુરશી મગાવીને બેસી ગયો હતો. ખેલાડી ગરમીના કારણે એટલો બધો થાકી ગયો હતો કે તે નીચે બેસી શકે તેમ નહોતો અને થોડા આરામની જરુર હતી માટે તેના માટે મેદાન પર ખુરશી લાવવામાં આવી હતી. આ દરમિયાન ગરમીના કારણે તેનું શરીરનું ટેમ્પ્રેચર પણ વધી ગયું હતું.
