ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 મુસાફરો સવાર હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ 20 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઉત્તરાખંડની રાહત અને બચાવ ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ, 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી પરત ફરી રહી હતી. તે સમયે આ બનાવ બન્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તરકાશી નજીક ખીણમાં પડેલી બસ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની હતી. બસમાં 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી. બસ ગંગનાની પાસે ક્રોસ બેરિયર તોડી ઊંડી ખીણમાં પડી હતી. જો કે ખીણમાં ભાગીરથી નદીના કિનારે કેટલાક ઘટાટોપ વૃક્ષો અને પર્વતના કાટમાળની મદદથી બસ ખીણમાં તળીયે જતી રોકાઈ ગઈ. આ દરમિયાન મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.