શાળાએ ટિફિન ખોલ્યું’ને અચાનક 9 વર્ષની બાળકી થઇ બેભાન, પરિવાર માસુમને લઈને હોસ્પિટલ પહોંચ્યો પણ…
રાજસ્થાનના સિકર જિલ્લાનાં દાંતામાં 9 વર્ષની એક બાળકીને એક કલાકના સમયગાળામાં બે વખત હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમાં તે મૃત્યુને ભેટી હતી. આ બનાવે ભારે અરેરાટી મચાવી દીધી છે. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને બીજો હુમલો આવ્યો હતો. ડોક્ટરોએ તેને ઈન્જેક્શન આપ્યા પછી તેને રેફર કરી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દાંતામાં આદર્શ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી ધોરણ 4 ની વિદ્યાર્થિની પ્રાચી કુમાવતનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. શાળાના મુખ્ય શિક્ષક નંદ કિશોરે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. હાર્ટ એટેક પછી છોકરીનો લંચ બોક્સ નીચે પડી ગયું હતું અને તે બેહોશ થઈ ગઈ હતી. તે સમયે અમે બધા શાળા પરિસરમાં હતા. અમે તરત જ તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા.

તેમણે કહ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ બેહોશ થઈ જાય તે કોઈ નવી વાત નથી. સામાન્ય રીતે બાળકો પાણી પીધા પછી સ્વસ્થ થઈ જાય છે. જોકે પ્રાચીની સ્થિતિ અલગ હતી. તેથી અમે તેને શાળાથી લગભગ 500 મીટર દૂર આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન તેણીને ફરીથી હાર્ટ એટેક આવ્યો. આ વખતે ડોક્ટરોએ તેણીને ઇન્જેક્શન આપ્યા અને શક્ય તેટલું બધું કર્યું હતું.
આ પણ વાંચો : Bengaluru stampede : RCBને મોટો ઝટકો, બેંગલુરુ નાસભાગમાં ક્રિમિનલ કેસ ચલાવવા કર્ણાટક સરકારે આપી મંજૂરી
તેમણે કહ્યું કે તે એક સ્માર્ટ, ખુશખુશાલ અને જીવંત છોકરી હતી. અમે તેને ઠપકો આપતા ત્યારે પણ તે હસતી રહેતી હતી. દાંતા આરોગ્ય સેન્ટરનાં ડો. આર.કે. જાંગીડે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો.