જયપુરમાં 14 વર્ષના વિદ્યાર્થીને સ્કૂલમાં જ હાર્ટ એટેક આવતા મોત
એક ચોંકાવનારી ઘટનામાં જયપુરની એક ખાનગી સ્કૂલમાં ભણતા બાળકને શાળાના ક્લાસરૂમની બહાર હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો અને થોડી જ વારમાં મૃત્યુ થયું હતું. આ બાળકની ઉંમર માત્ર 14 વર્ષ હતી અને તેને બીજી કોઈ બીમારી ન હતી. આ ઘટનાના કારણે પરિવાર શોકમગ્ન છે અને સાવ નાની ઉંમરે આવી ઘટના કેવી રીતે બની તે સમજાતું નથી.
પોલીસનું કહેવું છે કે તમામ મેડિકલ પ્રોસિઝરનું પાલન થયું હતું તેથી કોઈ ગરબડની શક્યતા દેખાતી નથી. આ બાળકને અગાઉથી કોઈ બીમારી ન હતી તેવું માનવામાં આવે છે.
ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે બાળકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. તેના શરીરમાંથી સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. છોકરાનો મોટો ભાઈ તેને સવારે સ્કૂલમાં મૂકી ગયો હતો. છોકરો તેના ક્લાસરૂમ તરફ જતો હતો ત્યારે રસ્તામાં જ ચાલતા ચાલતા પડી ગયો હતો. તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો ત્યારે ડોકટરોએ તેને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.