ધોરણ-10, 12માં ગત વર્ષ કરતાં 85,925 વિદ્યાર્થી વધ્યાઃ 2026માં 15,14,100 પરીક્ષાર્થી નોંધાયા
નિયમિત ફી સાથે આવેદન ભરવાની મુદત પૂર્ણઃ હવે લેઇટ
ફી સાથે તા.22/12 સુધી પરીક્ષાર્થીઓ ફોર્મ ભરી શકશે
આગામી વર્ષ 2026માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે આવેદન ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. હવે તા.11 ડિસે.થી 22-12 સુધી લેઈટ ફી સાથે આવેદનપત્રો ભરાશે.ફોર્મ ભરવાની મુદત બાદ આ વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધો.10 8,99,400, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,18,700 અને ધો.12 સાયન્સમાં 4,96,000 વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ છે.
આગામી તા.26 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ વર્ષે કુલ 15,14,100 બોર્ડના પરીક્ષાર્થીઓની સંખ્યા નોંધાઈ છે. વર્ષ 2024-25માં ધો.10માં 8,92,882, ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને સામાન્યમાં 1,11,384 પરીક્ષાર્થીઓની સંખ્યા નોંધાઈ હતી જેમાં આ વર્ષે ધો.10-12 બન્નેમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં પરીક્ષા યોજાવાની હોય ગુજરાત શિક્ષણ બોર્ડ અને રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
