ગુજરાતમાં 74 લાખ SIR ફોર્મ ગાયબ: ચૂંટણી પંચની મુશ્કેલી વધી
ગુજરાત સહિત છ રાજ્યોમાં ચાલી રહેલી ખાસ મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયામાં મોટા પાયે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.
રાજ્યમાં 74.66 લાખ ફોર્મ હજુ સુધી પરત આવ્યા નથી, જેના કારણે ચૂંટણી પંચ પર ભારે દબાણ ઉભું થયું છે.
છેલ્લા થોડા સમયથી બોગસ મતદારોના આક્ષેપો ઉઠતાં હોવાથી આ મામલો વધુ ગંભીર બની ગયો છે, અને આ જ દબાણ વચ્ચે ફોર્મ ભરવાની મુદત વધારીને 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
સૂત્રો અનુસાર 2002 અને 2025ની યાદી વચ્ચે 60.12 લાખ ફોર્મ મેચ થતું નથી, જ્યારે 2.09 કરોડ મતદારોના નામ માત્ર દાદા-દાદીના રેકોર્ડ સાથે જોડાઈ રહ્યા છે.ચૂંટણી તંત્ર હવે કોઈ પણ રીતે બાકી ફોર્મ એકત્ર કરવા પ્રયાસો કરશે.
