દેશના વધુ 7 સ્થળો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ : મહારાષ્ટ્રના પંચગની અને મહાબળેશ્વરનો પણ કરાયો સમાવેશ
દેશના વધુ સાત ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળે આ અંગે માહિતી આપી હતી. આ યાદીમાં સાત રાજ્યોના સાત સ્થળ સામેલ છે. જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ભાગ છે.
આ યાદીમાં મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના સ્થળ સામેલ છે. જેમાં પંચગનીમાં ડેક્કન ટ્રેપ્સ, મહારાષ્ટ્રનું મહાબળેશ્વર, અને આંધ્રપર્દેશની તિરૂમાલા હિલ્સ સામેલ છે. જો કે આ સંભવિત યાદી છે છતાં યાદીમાં નામ ફાઇનલ જ ગણાય છે.
The Permanent Delegation of India to UNESCO is happy to announce that India's 7 properties have been added to the Tentative List of UNESCO's World Heritage Convention. For details, please see the press release below 👇🏼 @VishalVSharma7 pic.twitter.com/WufBzxmWxn
— India at UNESCO (@IndiaatUNESCO) September 12, 2025
યુનેસ્કોની સંભવિત હેરિટેજ યાદીમાં મહારાષ્ટ્રના બે સ્થળે સ્થાન મેળવ્યું છે. જેમાં પંચગનીનો ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર સામેલ છે. આ સિવાય આંધ્રપ્રદેશના પણ બે સ્થળને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. જેમાં તિરૂપતિના તિરૂમાલા હિલ્સ તથા વિશાખાપટ્ટનમનું એરામટ્ટી ડિબ્બાલુ સામેલ છે. આ સિવાય મેઘાલયની મેઘાલય ગુફાઓ, નાગાલેન્ડની નાગા હિલ્સ ઓફિયોલાઈટ, કેરળનું વર્કલા, કર્ણાટક સેન્ટ મેરી આઈલેન્ડ ક્લસ્ટરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાયા છે.
યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ યાદીમાં આ સાત સ્થળ સાથે ભારતના કુલ 69 સ્થળોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 49 કલ્ચરલ, 3 મિક્સ્ડ, અને 17 નેચરલ કેટેગરીના સ્થળ સામેલ છે. ઐતિહાસિક ઈમારતોના વારસા સાથે અમદાવાદ શહેર પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે. આ કેટેગરીમાં ધોળાવીરા, રાણકી વાવ ઉપરાંત જયપુરનું જંતરમંતર, જયપુર શહેર, અને નાલંદા મહાવિહારના ઐતિહાસિક સ્થળે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવ્યું છે.
