જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, દારૂ માટેના આલ્કોહોલને છૂટ અપાઈ, ગોળ પણ સસ્તો થશે
વડાપ્રધાન મોદીએ મિલેટ્સથી બનતા ઊતપાદનોને વિશ્વમાં જાણીતા કરીને એક અનોખી પહચાન આપી છે. વિદેશી મહેમાનોને પણ મિલેટ્સ પીરસવામાં આવે છે અને તેને અનુલક્ષીને મોટી રાહતો જાહેર કરાઇ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિની બેઠક યોજાઈ હતી જેમાં મિલેટ્સ સસ્તા કરાયા હતા. ટેક્સમાં મોટો ઘટાડો જાહેરકરાયો હતો જે 18 ટકાને બદલે 5 ટકા રહેશે . બાજરાના છૂટક લોટના વેચાણ પર રાહત આપવામાં આવી હતી. ગોળ ઊપરના ટેક્સમાં પણ ઘટાડો કરાયો હતો. હવે તે ફક્ત 5 ટકા રહેશે.
ઊપરાંત આલ્કોહોલિક દારૂ ના નિર્માણ માટે પૂરવઠો પૂરો પાડવા પર એકસ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ માટેની છૂટને મંજૂરી અપાઈ હતી.
એ જ રીતે સરકારી અધિકારીઓને પૂરી પડાતી કેટલીક સેવાઓને પણ જીએસટી છૂટ આપવામાં આવી હતી. જેમાં વોટર સપ્લાઈ, પબ્લિક હેલ્થ,સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ઊપરાંત સ્લમ સુધારનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં સરકારે એક મોટો નિર્ણય લીધો હતો જે મુજબ મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર લાગતા ટેક્સના દરમાં ઘટાડો કરાયો છે.
હવે મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર 18 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી વસૂલાશે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર જીએસટી નો દર ઘટાડાયો તે પહેલા ચર્ચા થઈ હતી. ભારત 2023 ને યર ઓફ મિલલેટ્સ તરીકે ઉજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ બાજરાના લોટ પર છૂટની ભલામણ કરી હતી.
મિલેટ્સ વિશે લોકોને જાગૃત કરવા માટે 2023 ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કરાયું છે. મિલેટ્સમાં મોટા અને નાના દાણાવાળા અનાજ સામેલ હોય જેને બરછટ અનાજ પણ કહેવાય છે. મોટા અનાજમાં જુવાર, બાજરો અને રાગી સામેલ છે તો નાના અનાજમાં કુટલી, કાંગની, કોદો અને સાંવા સામેલ છે. આ તમામ કેલ્શિયમ, આયરન, ફાઈબર સહિત અઢળક પોષક તત્વોના મહત્ત્વપૂર્ણ સોર્સ છે.
