મહાકુંભમાં 30 દિવસમાં 45 કરોડ લોકોએ ડૂબકી લગાવી: સંગમમાં ભારે ભીડ
આજે મહાકુંભનો 30મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે બપોરે 12 વાગ્યા સુધી 81.60 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.
સંગમ ખાતે ભારે ભીડ છે. દરેક જગ્યાએ લોકો જ લોકો દેખાય છે. શહેરમાં જામ જેવી સ્થિતિ છે. ભીડને કાબૂમાં લેવા કમિશનર પ્રયાગરાજ વિજય વિશ્વાસ પંત અને DIG અજય પાલ શર્મા રસ્તા પર ઉતર્યા છે.
12 ફેબ્રુઆરીએ યોજાનાર માઘ પૂર્ણિમાના સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 10ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ વાહન દોડશે નહીં. ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દોડશે.

સીએમ યોગી આદિત્યનાથે સોમવારે સાંજે એસટીએફ ચીફ અમિતાભ યશને ખાસ વિમાન દ્વારા પ્રયાગરાજ મોકલ્યા હતા. 52 નવા IAS, IPS અને PCS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.