દેશમાં 3 માસમાં હીટસ્ટ્રોકના 41 હજાર કેસ નોંધાયા
હોસ્પિટલો હાઉસફુલ રહી : આરોગ્ય મંત્રાલય દ્વારા અપાઈ માહિતી
દેશના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનું મોજું આ વખતે જીવલેણ સાબિત થયું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 માર્ચથી 20 જૂનની વચ્ચે ગરમીના મોજાને કારણે 143 લોકોના મોત થયા હતા અને લગભગ 41,789 લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. હીટ વેવને કારણે મૃત્યુની સંખ્યા વધુ હોવાની શક્યતા છે કારણ કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા નેશનલ હીટ રિલેટેડ ઇલનેસ એન્ડ ડેથ સર્વેલન્સ હેઠળ સંકલિત કરવામાં આવેલા ડેટામાં રાજ્યો દ્વારા આપવામાં આવેલી અપડેટ માહિતીનો સમાવેશ થતો નથી.
ઘણા મેડિકલ સેન્ટરોએ હજુ સુધી હીટ વેવને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા અપલોડ કરી નથી. સત્તાવાર આંકડાઓ અનુસાર, 20 જૂને જ હીટ સ્ટ્રોકના કારણે 14 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. શંકાસ્પદ હીટ સ્ટ્રોકને કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા, માર્ચથી જૂનના સમયગાળામાં હીટ વેવને કારણે મૃત્યુઆંક 114 થી વધીને થયો 143
કયા રાજ્યમાં કેટલા મોત થયા?
ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં 35 મૃત્યુ થયા છે, ત્યારબાદ દિલ્હી (21) અને બિહાર-રાજસ્થાન (પ્રત્યેક 17) છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ ગુરુવારે (20 જૂન) અધિકારીઓને કેન્દ્ર હેઠળની હોસ્પિટલોની મુલાકાત લેવા કહ્યું, જ્યાં સુધી આત્યંતિક ગરમીની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી, અસરગ્રસ્ત દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં. ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીના મોજાને કારણે થયેલા મૃત્યુની સંખ્યાનો પણ આંકલન કરી શકાય છે.