પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
ગઈ મોડી રાત્રે નેપાળ અને ભારતની સરહદે આવેલા ભૂકંપ બાદ સોમવારે બપોરે પાકિસ્તાનમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ પાકિસ્તાનમાં ક્વેટા પાસે હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શનિવાર 10 મેના રોજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.૦ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ સવારે 1:44 વાગ્યે આવ્યો હતો.