બ્રાઝીલમાં ભયંકર અકસ્માતમાં 38ના મોત
બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં એક બસનું ટાયર ફાટ્યા બાદ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે.જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે સાઓ પાઉલોથી નીકળેલી બસમાં 45 મુસાફરો સવાર હતા. પરંતુ રસ્તામાં તેનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં ત્રણ મુસાફરો હતા તેમનો બચાવ થયો હતો . આ અકસ્માત બાદ બસમાં આગ પણ લાગી હતી.