40 વર્ષ બાદ ભોપાલ ગેસ દુર્ઘટનાના 377 ટન ઝેરી કચરાનો નિકાલ કરાયો
1984 માં થયેલી દુર્ઘટનામાં 15000 લોકો માર્યા ગયા હતા
બુધવારની રાત્રે કચરો પીથમપુર લઈ જવાયો
ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ બાદ એ સાઈટ પરથી બુધવારે રાત્રે ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે
377 ટન ઝેરી કચરાનો નિકાલ કરી પીથમપુર ખાતે લઈ જવાયો હતો. 2 ડિસેમ્બર 1984 ના રોજ ભોપાલ સ્થિત યુનાઇટેડ કાર્બાઇડ ફેક્ટરીમાંથી મિથાઈલ આઇસોકાઇનેટ ગેસ પ્રસરતા ભોપાલ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હતું. ભારતના ઇતિહાસની આ સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં 15000 લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય 60000 લોકોને ગંભીર અસર થઈ હતી.
એ દુર્ઘટના બાદ ઝેરી કચરો ફેક્ટરી સાઈટની જમીનમાં દાટી દેવાયો હતો. 2015માં સરકારે અજમાયશી ધોરણે 15 ટન ઝેરી કચરાને સળગાવી દીધો હતો.બાદ બુધવારે સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નિકાલ કરવામાં આવેલા કચરામાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં ઉત્પાદિત જંતુનાશક સેવિનના અવશેષો સહિત પાંચ પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે. તેમાં હજારો લોકોના મૃત્યુનું કારણ બનનાર મિથાઈલ આઈસોસાયનેટ પણ છે. એ ઉપરાંત વધારાની સામગ્રીમાં રિએક્ટરના અવશેષો, દૂષિત માટી અને પ્લાન્ટમાં વપરાતા અન્ય રસાયણોનો સમાવેશ થાય છે.
નિકાલ કરાયેલા ઝેર કચરમાં મેટ્રિક ટન 162 થાયટ્રિક, 92 મેટ્રિક ટન સેવિન અને નેપ્થોલનાશો, 54 મેટ્રિક ટન સેમી-પ્રોસેસ્ડ જંતુનાશકો અને 29 મેટ્રિક ટન રીએ મેટ્રિક વેસ્ટનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,
ફાયર બ્રિગેડ તેમજ 1000 કરતાં વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા હતા.
અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા 12 કન્ટેનરમાં કચરો લઈ જવાયો
કચરા નિકાલની કામગીરીમાં 100 લોકો જોડાયા હતા. ફેક્ટરી સાઈટની 200 મીટર પરીઘ સુધીનો વિસ્તાર સીલ કરી દેવાયો હતો. દરેક પ્રવેશ દ્વારા બંધ કરાવી દેવાયા હતા. ઝેરી કચરાના વહન માટે12 લીક પ્રુફ – ફાયર રેઝીસ્ટન્સ ટ્રક ઉપયોગમાં લેવાયા હતા. તેની સાથે એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ, ફાયર બ્રિગેડ અને કવીક રિસ્પોન્સ ટીમના 25 વાહનોનો કાફલો જોડાયો હતો.
સલામતી ખાતર કન્ટેનરને 50 કિમીની સ્પીડે દોડાવવામાં આવ્યા હતા. આ કાફલો રાત્રે ભોપાલ સિહોર, દેવાસ અને ઇન્દોર થઈ પીથમપુર પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્દેશ બાદ આ કામગીરી યાદ કરવામાં આવી હતી. તે કેસની છઠ્ઠી જાન્યુઆરીએ સુનાવણી થાય તે પહેલા ત્રીજી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર કોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે તેવું જાણવા મળે છે
માત્ર એક ટકા કચરાનો જ નિકાલ થયો હોવાનો આક્ષેપ
ગેસ પીડિતોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ આ કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. દૂર કરવામાં આવેલ કચરો ફેક્ટરીની 36 એકર સાઇટ પર રફ લાવવામાં આવેલા કુલ ઝેરી સામગ્રીના એક ટકા કરતા પણ ઓછો હોવાનો આ સંસ્થાઓએ આક્ષેપ કર્યો હતો. તેમના પ્રવક્તાએ કહ્યું કે પ્રદૂષણને કારણે નજીકની વસાહતોના ભૂગર્ભ જળમાં ભારે ધાતુઓ અને ઓર્ગેનોક્લોરીન ભળી ગયા છે, જે સંભવિત રીતે કેન્સર અને કિડનીના રોગોનું કારણ બને છે. આ જૂથો કચરાનો નિકાલ ભારતમાં કરવાને બદલે અમેરિકામાં થાય તેવી માંગ કરી રહ્યા છે.
કચરો પીથમપુર કેમ લઈ જવાયો? હવે પછી શું કરવામાં આવશે?
મધ્યપ્રદેશના પિથમપુરમાં આવેલ ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે આ ઝેરી કચરો લઈ જવાયો હતો.એ કંપની જોખમી કચરાને સંભાળવા અને તેનો નિકાલ કરવા માટે અધિકૃત છે. તેની પાસે વિષાક્ત કચરાને સુરક્ષિત રીતે સંચાલિત અને નિકાલ કરવા માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપકરણો છે.
ત્યાં કચરાનું તેની રચના અને જોખમી લક્ષણોના આધારે વર્ગીકરણ અને વિભાજન કરવામાં આવશે
બાદમાં કચરાની વિષાક્તતા અને જોખમને ઘટાડવા માટેનીબપ્રક્રિયા કરવામાં આવશે. તેમાં રાસાયણિક પ્રક્રિયા, બાળવાની પ્રક્રિયા કે અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થઈ શકે.બાદમાં કચરાનો પર્યાવરણ અનુકૂળ પદ્ધતિઓથી નિકાલ કરવામાં આવશે.