યુપીના સોનભદ્રમાં 3.9 નો ભૂકંપનો ઝટકો
ખરા બપોરે લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા, કોઈ નુકસાની નથી
યુપીમાં રવિવારે ફરીવાર ધરતી હલબલી હતી. યુપીના સોનભદ્ર જિલ્લામાં અચાનક ઘરોમાં ચીજવસ્તુઓ હલવા લાગી હતી અને લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. જો કે કોઈને ઇજા થઈ નહતી. લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ભૂકંપના ઝટકા લોકોએ અનુભવ્યાં હતા.
ઘરની બહાર નીકળીને લોકોને મોબાઈલ ફોન પર ભૂકંપ આવ્યાની જાણકારી મળી હતી. ખરા બપોરે સોનભદ્રમાં એક જોરદાર ઝટકો આવ્યો હતો તેવી ફરિયાદ લોકોએ કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા એવી માહિતી અપાઈ હતી કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 હતી. થોડા દિવસો પહેલા પણ યુપીના કેટલાક ભાગોમાં ઝટકા અનુભવાયા હતા. જો કે નવા ઝાટકાથી લોકોને કે ઘરોને કોઈ નુકસાની થઈ નહતી.
એક દિવસ પહેલા તીબેટમાં પણ 4.3 નો ભૂકંપનો ઝટકો આવ્યો હતો. જો કે તેમાં પણ કોઈને ઇજા થઈ નહતી અને ઘરોને કોઈ નુકસાની થઈ નહતી. યુપીમાં રવિવારે સોનભદ્રમાં ઝટકાને પગલે લોકો ભયભીત થઈ ગયા હતા.