સાઉદીમાં આ વર્ષે 274 લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા: તેમાં 100 વિદેશી
સાઉદી અરેબિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 274 લોકોને ફાંસીના માંચડે લટકાવી દીધા છે.તેમાં 100 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ પૈકીના મોટાભાગના લોકોને યોગ્ય ટ્રાયલનો મોકો ન મળ્યો હોવાનો માનવ અધિકાર પંચોએ આક્ષેપ કર્યો છે.
છેલ્લે શનિવારે એક યેમેની નાગરિકને ડ્રગની દાણચોરીના કેસમાં દોષિત ઠેરવી મૃત્યુ દંડની સજાનો અમલ કરાયો હતો.સાઉદીના ઇતિહાસમાં એક જ વર્ષમાં વિદેશી નાગરિકોને પતાવી દેવાયા હોય તેની આ સૌથી મોટી સંખ્યા છે.એ સાથે જ સાઉદી અરેબિયા હવે ચીન અને ઈરાન પછી મૃત્યુ દંડની સજાનો અમલ કરનાર વિશ્વનું ત્રીજા નંબરનું રાષ્ટ્ર બની ગયું છે.સાઉદીમાં આ વર્ષે કુલ 300 લોકો સામે મૃત્યુદંડ નો અમલ કરવામાં આવશે.
બર્લિન સ્થિત યુરોપિયન સાઉદી ઓર્ગેનાઈઝેશન ઓફ હ્યુમન રાઈટસના અહેવાલમાં જણાવ્યા અનુસાર 1995માં 192 અને 2022 માં સાઉદીમાં 196 લોકોને ફાંસી અપાઈ તે પછીનો આ સૌથી મોટો આંકડો છે.આ વિદેશી નાગરિકોમાં સૌથી વધારે 21 પાકિસ્તાનના,
20 યેમેનના,14 સીરિયાના,નાઇજીરીયાના 10, ઇજિપ્ત ના 9, જોર્ડનના 8 અને ઇથોપિયાના 7 નાગરિકોનો સમાવેશ થાય છે.એ ઉપરાંત ભારત,સુદાન અને અફઘાનિસ્તાન ના ત્રણ ત્રણ અને શ્રીલંકા,એરિટ્રિયા અને ફિલિપાઇન્સના એક એક નાગરિકને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સાઉદીમાં ડ્રગ સંબંધિત ગુનાઓમાં મૃત્યુ દંડની સજા 2022 થી બંધ કરી દેવામાં આવી હતી પણ આ વર્ષે ફરીથી તેનો અમલ શરૂ કરી દેવાયો હતો.આ વર્ષે ડ્રગની દાણચોરી બદલ 92 લોકોને મારી નખાયા છે.તેમાંથી 69 વિદેશી નાગરિકો હતા.
સાઉદી અરેબિયામાં ગળું કાપીને મૃત્યુ દંડ આપવાની પણ જોગવાઈ છે.ભૂતકાળમાં અનેક લોકોને એ પદ્ધતિથી પતાવી દેવાયા છે.આ વખતે જો કે કઈ રીતે મૃત્યુ દંડ અપાયો તેની કોઈ સતાવાર માહિતી નથી.
ચીનમાં સૌથી વધારે અમલ પણ સતાવાર આંકડા જાહેર નથી કરતા
વર્ષ 2023માં 16 રાષ્ટ્રોમાં કુલ 1153 લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા હતા.2022 માં મારી નખાયેલા 883 લોકો કરતા એ સંખ્યા 31 ટકા વધારે હતી.મૃત્યુ દંડની સજાનો સૌથી વધારે અમલ ચીનમાં કરવામાં આવે છે પણ તેના આંકડા જાહેર નથી કરાતં..માનવ અધિકાર પંચોના અંદાજ મુજબ ચીનમાં દર વર્ષે ઓછામાં ઓછા 1000 લોકોને વિવિધ ગુનાઓ બદલ મારી નાખવામાં આવે છે.એ જ રીતે વિએટનામ અને નોર્થ કોરિયાના આંકડા પણ જાહેર નથી કરવામાં આવતા.
બીજા નંબરે ઈરાન.ત્રણ દેશોમાં 31 મહિલાઓ પણ ભોગ બની
ઈરાનના 883 લોકોને પતાવી દેવાયા હતા.સોમાલિયામાં 38 અને અમેરિકામાં 24 લોકો સામે મૃત્યુદંડનો અમલ કરાયો હતો.ઈરાનના 24,સાઉદીમાં 6 અને સિંગાપોરમાં એક મહિલાને ફાંસી આપવામાં આવી હતી.508 લોકોને ડ્રગ સંબંધિત ગુનાઓમાં મારી નાખવામાં આવ્યા હતા.ઈરાનમાં સાત અને અફઘનિસ્તાનમાં એક ગુનેગારની સજનોબજાહેરમાં અમલ કરાયો હતો.વિશ્વભરમાં 2023 ના અંત સુધીમાં 27668 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે