મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી વિવિધ IPL ટીમોની રૂ.6.5 લાખની 261 જર્સીની ચોરી થતાં હડકંપ,આ રીતે પકડાયો આરોપી
લોકો IPL પાછળ અને પોતાના ફેવરિટ ક્રિકેટર પાછળ કેટલા પાગલ હોય છે તે તો આપણે મેચમાં જોયું જ હોય છે ઉપરાંત IPL જર્સી ઘરે લઈ જવાની ઈચ્છા ઘણા લોકોની હોય છે ત્યારે એક સિક્યુરિટી ગાર્ડે તો IPL 2025 જર્સીથી ભરેલું કાર્ટન ચોરીને તમામ હદ પાર કરી દીધી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પુછપરછ કરવામાં આવતા એવો ખુલાસો થયો છે કે જાણીને તમે પણ ચોંકી જશો.

6.52 લાખ રૂપિયાની 261 જર્સીની ચોરી
મળતી વિગતો અનુસાર આ ઘટના 13 જૂનની છે જ્યાં ચર્ચગેટ સ્થિત વાનખેડે સ્ટેડિયમ ખાતે BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના સ્ટોર રૂમમાંથી 6.52 લાખ રૂપિયાની 261 જર્સીની ચોરી થઇ હતી. દરેક જર્સીની કિંમત લગભગ 2,500 રૂપિયા હતી ત્યારે ચોરી કરવા બદલ 40 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગેરેજની આડમાં ડ્રગ બનાવવાનું કારખાનુ ઝડપાયું : કર્ણાટકના મૈસુરમાં મુંબઈ પોલીસની કાર્યવાહી, 382 કરોડનું ડ્રગ્સ જપ્ત

ઓનલાઈન જુગારના વ્યસનને સંતોષવા માટે જર્સી વેચી
પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ ગાર્ડ, ફારૂક અસલમ ખાને તેના ઓનલાઈન જુગારના વ્યસનને સંતોષવા માટે જર્સી વેચી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે જોકે આ જર્સી અલગ અલગ ક્રિકેટ ટીમોની હતી,પરંતુ તે તરત જ સ્પષ્ટ થયું ન હતું કે આ ખેલાડીઓ માટે હતી કે સામાન્ય લોકો માટે. મીરા રોડમાં રહેતા ગાર્ડે જર્સીઓ હરિયાણાના એક ઓનલાઈન જર્સી ડીલરને વેચી હતી, જેની સાથે તે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યો હતો. જોકે જર્સીઓ 13 જૂને ચોરાઈ ગઈ હતી, પરંતુ ચોરી તાજેતરમાં જ એક ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવી હતી જેમાં સ્ટોક ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ITનું કરચોરી સામે AIનું શસ્ત્ર :1 કરોડ કરદાતાઓએ રિટર્ન અપડેટ કર્યા,11,000 કરોડ ટેક્સની વસુલાત

સૂત્રએ જણાવ્યું હતું કે BCCI અધિકારીઓએ CCTV ફૂટેજ તપાસ્યા અને સિક્યુરિટી ગાર્ડ કાર્ડબોર્ડ બોક્સ લઈને જતો જોવા મળ્યો. “ગાર્ડનો દાવો છે કે તેણે ઓનલાઈન ડીલર સાથે થોડી સોદો કર્યો હતો, પરંતુ તેણે હજુ સુધી ખુલાસો કર્યો નથી કે તેને સોદામાં કેટલા પૈસા મળ્યા.” જર્સીઓ કુરિયર દ્વારા મોકલવામાં આવી હતી. પોલીસે હરિયાણાના ઓનલાઈન ડીલરને તપાસ માટે બોલાવ્યા છે. “ઓનલાઈન ડીલર કહે છે કે તેને જર્સીઓ ચોરાઈ ગઈ તેની જાણ નહોતી,” એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું.