Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝ

અફઘાનિસ્તાનમાં 2000 લોકોના મોત: ભૂકંપના એક બાદ એક ત્રણ આંચકાથી ધરા ધણધણી

Sun, October 8 2023

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાલિબાનના પ્રવક્તા મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા છે. આ તરફ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે ધરતીકંપને કારણે હેરાત શહેરથી લગભગ 40 કિમી (25 માઇલ) દૂર આવેલા કેટલાંક ગામોનો નાશ થયો હતો. ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા લોકોએ અનુભવ્યા હતા. બચી ગયેલા લોકોએ ભયાનક દ્રશ્યોનું વર્ણન કર્યું અને કહ્યું કે, ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી અચાનક ધસી પડી હતી.

મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ

આ તરફ દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે, હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે. તાત્કાલિક મદદની અપીલ કરતાં તેમણે કહ્યું કે, લગભગ છ ગામો નાશ પામ્યા છે અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે. એક અપડેટમાં જણાવાયું છે કે, 465 ઘરો નાશ પામ્યા છે અને 135 અન્યને નુકસાન થયું છે.

ત્રણ-ત્રણ વાર ધ્રુજી ધરતી

ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને જણાવ્યું હતું કે, હેરાત પ્રાંતના ઝેંદા જાન જિલ્લાના ચાર ગામોને ભૂકંપ અને આફ્ટરશોક્સથી સૌથી વધુ નુકસાન થયું છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. આ પછી ત્રણ ખૂબ જ મજબૂત આફ્ટરશોક્સ આવ્યા જેની તીવ્રતા 6.3, 5.9 અને 5.5 હતી તેની સાથે ઓછા આફ્ટરશોક્સ પણ આવ્યા.

આ તરફ એક વ્યક્તિએ કહ્યું, ઘર, ઓફિસ અને દુકાનો બધી ખાલી છે અને વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. જ્યારે મને ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે હું અને મારો પરિવાર અમારા ઘરની અંદર હતા. મારો પરિવાર ચીસો પાડવા લાગ્યો અને ડરીને ઘરની બહાર ભાગી ગયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, અફઘાન ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે 12 એમ્બ્યુલન્સ કાર ઝેન્ડા જાન માટે રવાના કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓની ટીમો હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં અને વધારાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતાની ટીમને આપ્યો નવો લુક

Next

૧૫૭ નગર પાલિકાઓને રસ્તાની હાલત સુધારવા માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
16 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
1 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
1 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 10 લાખ, ઘાયલોને રૂપિયા 2.50 લાખની સહાયની સરકારની જાહેરાત
Breaking
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત : 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે, સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે
ગુજરાત
8 મહિના પહેલા
AI Image: હવે AI દ્વારા તમે બનાવી શકશો પરફેક્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ 5 Promptના ઉપયોગથી મિનિટોમાં તૈયાર થશે Image
ટેક ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક સામે ૨ કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર