મુખ્યમંત્રીના ગૃહ જિલ્લાના રઘુનાથસિંહ અને અન્ય એકને માંડ માંડ છાના કર્યા, લોકોમાં હાસ્યનું મોજું
મધ્યપ્રદેશમાં છૂટણીનો રંગ બરાબર જામતો જાય છે અને તેની સાથે ટિકિટ માટે ઓલિમ્પિક દોડ લગાવી રહેલા નેતાઓ પણ ભારે ચર્ચા જગાવી રહ્યા છે. ટિકિટ માટે હવે ઊમેદવાર બનતા રહી ગયેલા નેતાઓ પોકે પોકે રડી પણ રહ્યા છે. લોકોમાં આવા બનાવોને લઈને ભારે હાસ્ય ફેલાયું હતું.
ભાજપની 5 મી યાદી બહાર આવ્યા બાદ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. મુખ્યમંત્રી શિવરાજસિંહના ગૃહ જિલ્લા સિહોરમાં આવેલી એક બેઠક પર ટિકિટ નહીં મળતા ભાજપના એમએલએ રઘુનાથસિંહ માળવીય પોકે પોકે રડી પડ્યા હતા. આ પ્રકારનો વિડિયો પણ વાયરલ થયો હતો.
એમના બદલે પાર્ટીએ આ વખતે કોઈ બીજાને ટિકિટ આપી ડેટા મીડિયા સામે જ નેતાજી ચોધાર આંસુથી રડી પડ્યા હતા. અન્ય એક વિસ્તારમાં પણ ભાજપના એમએલએ રડી પડ્યા હતા. કેમેરાની સામે જ આ ઘટના બની હતી.