ગ્રામ્ય ભારતના વિકાસ માટે રૂપિયા 2.66 લાખ કરોડ
માળખાગત ક્ષેત્રના ઝડપી વિકાસ સાથે લોકોની આવક વધારવા પ્રયાસ
નાણામંત્રીએ બજેટમાં ગ્રામ્ય ભારતના વિકાસ તરફ પણ સારી નજર કરી છે અને તેના માટે વધુ એકવાર જંગી ફાળવણી કરી છે. ગ્રામ્ય ભારતના ઓવરઓલ વિકાસ માટે રૂપિયા 2.66 લાખ કરોડની ફાળવણી જાહેર કરાઇ હતી. વડાપ્રધાન મોદીએ પણ હમેશા ગ્રામ્ય ભારતને વધુ મજબૂત અને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા પર ભાર મૂક્યો છે. ગ્રામ્ય જનતાની આવક વધારવા માટે સરકાર પ્રયાસ કરે છે.
આ ફાળવણી ફેબ્રુઆરી માસના વચગાળાના બજેટથી 0.3 ટકા વધુ રહી છે. ગ્રામ્ય ભારત ઝડપી અર્થતંત્ર માટે સહાયક ભૂમિકા ભજવે છે. તેનું મહત્વનું યોગદાન રહ્યું છે. નવી સહાયતાથી ગ્રામ્ય ભારતમાં માળખાગત ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન મળશે.
આમ તો પાછલા કેટલાક બજેટમાં ગ્રામ્ય ભારતના વિકાસ માટે સતત ફાળવણી વધતી રહી છે. સરકાર ગ્રામ્ય જનતાને દરેક લાભ આપવા માંગે છે. ગ્રામ્ય યોજનાઓ પર વધુ ફોકસ રાખવામાં આવશે. ગ્રામ્ય ઈકોનોમી વધુ મજબૂત થશે તો જનતા પણ આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.
ગામડાઓમાં પાયાની સુવિધાઓ વધશે અને હોસ્પિટલો, શાળાઓ, નાના કારખાના, ધંધાકીય મથકો ડેવેલપ કરવામાં આવશે. ડિજિટલ ક્રાંતિ પણ ગામડાઓમાં કરાશે અને અત્યારે પણ ગ્રામ્ય ભારતમાં ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો છે. જનતાને વધુ આવક થાય અને તે ખર્ચ પણ કરે તે રીતે ગ્રામ્ય ભારતનો વિકાસ થશે.