Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વિરોધ રેલીનું નેતૃત્વ કરતી 17 વર્ષની યુવતી પર હુમલો: હોસ્પિટલે ખસેડાઈ

Fri, September 6 2024

પશ્ચિમ બંગાળમાં વિરોધ દબાવવા અસામાજિક તત્વો મેદાનમાં

નશાખોરો એ બે સ્થળોએ રેલીમાં આતંક મચાવ્યો

કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ચાલતું જન આંદોલન પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે હવે એ વિરોધને કચડવા માટે અસામાજિક તત્વો મેદાનમાં ઊતર્યા હોય તેમ એક જ દિવસમાં બે સ્થળે વિરોધ રેલીઓ પર હુમલાની ઘટનાઓ બની હતી

પ્રાપ્ત વિગત મુજબ કાંચરપરા શહેરમાં પાંચથી છ જેટલા નશાખોર શખ્સોએ રેલી પર હુમલો કરતા દસમા ધોરણમાં ભણતી 17 વર્ષની એક યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી.

યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર એ યુવતીના નેતૃત્વ હેઠળ ‘ રિકલેમ ધ નાઈટ ‘ રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી ત્યારે છ જેટલા દારૂડીયાઓએ રેલીને આંતરી હતી. એ શખ્સોએ યુવતીનું માઇક્રોફોન ચૂંટણી લીધા બાદ માર મારતા હાથમાં ફ્રેક્ચર થયું હતું અને તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ફરિયાદ કર્યા છતાં પોલીસે કોઈની ધરપકડ ન કર્યો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.

એવી જ બીજી એક ઘટના બારસાત નગરમાં બની હતી. રેલી પૂર્ણ કર્યા બાદ મહિલાઓ પરત ફરી રહી હતી ત્યારે એક નશાખોર શખ્સે મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી અને વર્તન કરતા મામલો ગરમાયો હતો. એ દરમિયાન સ્થાનિક લોકો મહિલાઓની મદદે આવતા ઝપાઝપી થઈ હતી. લોકોએ એ દારૂડિયાને સારી પેઠે લમધાર્યા બાદ પોલીસને સોંપી દેતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે મહિલા તબીબ પર થયેલા અત્યાચાર બાદ પશ્ચિમ બંગાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન જનઆંદોલન આકાર પામ્યું છે. સમગ્ર પશ્ચિમ બંગાળમાં મહિલાઓના નેતૃત્વ હેઠળ દરરોજ જંગી રેલીઓ નીકળે છે અને મમતા બેનરજી સામે તેમની કાર્યકર્દીનો સૌથી મોટો પડકાર સર્જાયો છે.

સંદીપ ઘોષના રહેઠાણ ઉપર દરોડા: સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો

સીબીઆઇએ આરજી કર હોસ્પિટલનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કર્યા બાદ ઇડીએ પણ મનીલોન્ડરિંગ નો ગુનો નોંધી શુક્રવારે સવારે ઘોષ અને તેમના સબંધીઓના કોલકાતા, હાવડા તથા હુગલી ખાતેના નિવાસ્થાનો પર એક સાથે દરોડા પાડ્યા હતા. બીજી તરફ ભ્રષ્ટાચાર અંગે નો કેસ cbi ને સોંપવાના હાઇકોર્ટના આદેશને પડકારતી સંદીપ ઘોષની અરજી પણ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેડી પારવડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે કોઈ આરોપી તપાસ કોણ કરે એ નક્કી ન કરી શકે. અદાલતે સીબીઆઈને પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલા તબીબી હત્યા બાદ સંદિપ ઘોષે પ્રિન્સિપાલપદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટ ના નિકાલમાં ગેરરીતિ ઉપરાંત અન્ય ગોલમાલો બાબતે સીબીઆઇએ તેમની ધરપકડ કરી હતી.

પીડિતાના પિતાએ કરેલો લાંચનો આક્ષેપ ખોટો: ટીએમસીનો દાવો

પીડીતાના પિતાએ તેમની પુત્રીનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો ત્યારે એક પોલીસ અધિકારીએ લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો કરેલો આક્ષેપ ખોટો હોવાનો ટીએમસીએ દાવો કર્યો હતો. મમતા મંત્રીમંડળના બે પ્રધાનોએ પત્રકાર પરિષદમાં એક જૂનો વિડીયો રજૂ કરી હતી જેમાં પીડિતાના પિતા તેમને લાંચ આપવાનો કોઈ પ્રયાસ ન થયો હોવાનું કહેતા નજરે પડે છે. ટીએમસીએ એવો સવાલ કર્યો કે પીડિતાના પિતાએ છેક આટલા દિવસો પછી કેમ આવોઆક્ષેપ કર્યો? શું તેમણે સીબીઆઈને આ વાત જણાવી હતી અને જો જણાવી હોય તો સીબીઆઇએ હજુ સુધી કેમ એક પણ પોલીસ અધિકારીની એ બાબતે પૂછપરછ નથી કરી?

Share Article

Other Articles

Previous

વિકએન્ડ એન્જોય કરો OTTને સંગ :  KILL સહિત આ 7 ધમાકેદાર મુવી અને વેબસીરીઝ OTT પર થઇ રીલીઝ

Next

કોલકત્તાની ઘટના ગેંગરેપની નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટ શહેરમાં સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે તથા માલવાહક વાહનોને નો એન્ટ્રી : પોલીસ કમિશનરનો આદેશ
22 કલાક પહેલા
Sitaare Zameen Par OTT Release: સિતારે જમીન પર’ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ જોવા આપવા પડશે પૈસા
23 કલાક પહેલા
હવે UPIમાં પેમેન્ટ કોઈ PIN વગર થઇ શકશે : ટૂંક સમયમાં આવશે નવી સીસ્ટમ, ફિંગરપ્રિન્ટથી થશે તમામ ટ્રાન્ઝેક્શન
23 કલાક પહેલા
અમેરિકા જવાનું સપનું જોતા લોકોને ઝટકો : નિયમો બન્યા વધુ કડક, બાળકો અને વૃધ્ધોએ પણ આપવું પડશે ઈન્ટરવ્યુ
24 કલાક પહેલા
Categories

નેશનલ

2300 Posts

Related Posts

દુષ્કર્મના કેસમાં રાજકોટના શખસને 20 વર્ષની સજા
ક્રાઇમ
12 મહિના પહેલા
ઋષભ શેટ્ટી માંડ-માંડ બચ્યા : kantara 2ના શૂટિંગ વખતે 30 ક્રૂ મેમ્બર ભરેલી હોડી પલટી, આ પહેલા પણ થઈ ચૂક્યા છે અકસ્માત
Entertainment
1 મહિના પહેલા
બિહારના મંત્રીએ ઇસ્લામના પેગંબરને મર્યાદા પુરુષોત્તમ ગણાવ્યા
નેશનલ
2 વર્ષ પહેલા
ચકચારી સંદેશખાલી પ્રકરણમાં સ્ટિંગ ઓપરેશનથી બંગાળમાં રાજકીય ભૂકંપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર