ઓખાના દરિયામાંથી પાકિસ્તાની બોટ સાથે 13 ખલાસી પકડાયા
એજન્સીઓ દ્વારા ખલાસીઓની પૂછપરછ હાથ ધરાઇ
દ્વારકા નજીક ભારતીય જળસીમામાથી શંકાસ્પદ બોટ ઝડપાઇ છે. શંકાસ્પદ બોટ ઝડપાતા જ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બોટ ઝડપી લેવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળ સીમામા શંકાસ્પદ બોટ દેખાતા તેને પકડી લેવામાં આવી હતી. તપાસ કરતાં આ બોટનું નામ નાઝએ કરમ હોવાનું સામે આવ્યું હતું. બોટ સાથે 13 જેટલા ખલાસીને પણ પકડી લેવામાં આવ્યા હતા. જેમની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારતીય જળ સીમામાંથી અનેકવાર પાકિસ્તાની બોટ પકડાયાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે વધુ એકવાર ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળ સીમામાં ઘૂસેલી પાકિસ્તાની બોટ પકડી લેવામાં આવી છે.