જર્મનીના 12 નાગરિકોએ ગયામાં પિંડદાન કર્યું
બિહારના ગયા જિલ્લામાં 11 મહિલાઓ સહિત 12 જર્મન નાગરિકોએ પોતાના પૂર્વજોના આત્માની મુક્તિ માટે ફાલ્ગુ નદીના તટના દેવ ઘાટ પર પિંડદાન કર્યું હતું. બધી જર્મન મહિલાઓએ પારંપરિક ભારતીય સાડી પહેરીને વિષ્ણુપદ મંદિર અને દેવઘાટ પર પિંડદાન અનુષ્ઠાન અને જળ તર્પણ કર્યું હતું. તેમના ગ્રુપના એકમાત્ર પુરુષ સભ્યએ ધોતી પહેરીને પિંડદાન કર્યું હતું.પિતૃ પક્ષ દરમ્યાન ગયા આવનારા વિદેશઓની સંખ્યા દર મહિને વધતી જાય છે. હાલમાં યુક્રેનની એક મહિલાએ રશિયાના હુમલામાં માર્યા ગયેલા સૈનિકો અને લોકોના આત્માની શાંતિ અને મોક્ષ માટે અહીં સામૂહિક પિંડદાન કર્યું હતું.