1 લાખ ડોલર વિઝા ફી માત્ર એક વર્ષ માટે જ, દરેક વર્ષ માટે નહીં : H1B વિઝા નિયમ અંગે સતાવાર સ્પષ્ટતા
H1B વિઝા માટેની 1 લાખ ડોલર ફી એક વર્ષ માટે જ છે,દરેક વર્ષ માટે નહીં એવી અમેરિકા દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. આ અગાઉ, આ ફી દર વર્ષે ભરવી પડશે એવી જાહેરાત અમેરિકન અધિકારીએ જ કરી હતી. તે પછી થયેલી આ સ્પષ્ટતાને કારણે H1B
વિઝા ઉત્સુકોમાં કંઈક અંશે રાહતની લાગણી ફેલાય છે.
આ પણ વાંચો : 1 લાખ ડોલર વિઝા ફી માત્ર એક વર્ષ માટે જ, દરેક વર્ષ માટે નહીં : H1B વિઝા નિયમ અંગે સતાવાર સ્પષ્ટતા
ટ્રમ્પે નવા નિયમો જાહેર કર્યા તે પછી તેના અર્થઘટન અંગે ભયંકર અનિશ્ચિતતા અને મૂંઝવણ સર્જાઇ હતી. અમેરિકન અધિકારીઓની જ ઘોષણા ના પગલે એવું માનવામાં આવતું હતું કે H1B વિઝાધારકોએ દર વર્ષે એક લાખ ડોલર ચૂકવવા પડશે. બીજી તરફ અનેક ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને 21 સપ્ટેમ્બર ની રાત પહેલા અમેરિકામાં પ્રવેશ મેળવી લેવાની સૂચના આપતા ભારે ગભરાટ ફેલાયો હતો.
મહત્વની સ્પષ્ટતાઓ
- 1 લાખ ડોલરની ફી એક જ વખત
- હાલના તમામ વિઝા ધારકો સુરક્ષિત
- આ નિયમ નવી અરજીઓને જ લાગુ
- ₹21 સપ્ટે.પહેલાની અરજીઓ બાકાત
- અમેરિકામાં પુન: પ્રવેશ માટે ફી નહી
જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યુ કે નવા **H1B વીઝા અરજદારો માટે જ 100,000 ડોલરની ફી લાગુ પડશે, હાલના વીઝા ધારકોને નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વાર્ષિક ફી નથી. આ એક વખતની ફી છે જે ફક્ત અરજી માટે લાગુ પડે છે. ઉપરાંત વિઝા રીન્યુઅલ માટે પણ આ ફી નહીં ભરવી પડે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અત્યારે અમેરિકાની બહાર ગયેલા આ વિઝાધારકો ને અમેરિકામાં પુનઃ પ્રવેશ સમયે આ ફી ભરવાની નહીં રહે.
વધુમાં એક મહત્વની ઘોષણા કરતા યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ પણ સ્પષ્ટ કર્યું છે કે H1B વીઝા અરજીઓ માટે USD 100,000 ની ફી ફક્ત નવા અરજદારો માટે લાગુ થશે, 21 સપ્ટેમ્બર પહેલાં દાખલ થયેલી અરજીઓને બાકાત રાખવામાં આવશે. નવી ફી હવે પછીના લોટરી ડ્રો માં પસંદ થનારા અરજદારોએ ભરવી પડશે, પણ 21 સપ્ટેમ્બર પહેલા જેમની અરજી સ્વીકારાઈ ગઈ છે તેઓ પસંદગી પામે તો પણ એક લાખ ડોલર નહિ પરંતુ અગાઉના નિયમ મુજબની જ ફી ભરવાની રહેશે.
