હિમાચલનાં 11 ધારાસભ્યો ક્યાં ગયા ? વાંચો
હિમાચલ કોંગી સરકારની મુશ્કેલી વધી,11 ધારાસભ્યો ઉત્તરાખંડ ગયા
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલી કોઈ કાળે ઓછી થતી નથી અને હવે તેની મુસીબતમાં વધારો થયો છે. તેના 6 બળવાખોર ધારાસભ્યો સહિત 11 સભ્યો હિમાચલથી ભાજપ શાસિત ઉત્તરાખંડ પહોંચી ગયા હતા. કોંગ્રેસની અંદર આંતરિક કલહ વધી રહ્યો છે તે પણ આ ઘટના પરથી સાબિત થયું હતું.
શનિવારે સવારે નંબર પ્લેટ વિનાની એક બસ ઋષિકેશના તાજ હોટલ પર પહોંચી હતી. જેમાં 6 બળવાખોર સભ્યો અને 3 અપક્ષ સહિત 11 ધારાસભ્યો હતા. બસની ભારે સુરક્ષા કરાઇ હતી. આગામી દિવસોમાં કઈક નવાજૂની થવાની છે તે નિશ્ચિત માનવામાં આવે છે.
દરમિયાનમાં ત્રણ દિવસ પહેલા કોંગ્રેસ હાઇકમાંડે હિમાચલનાં સીએમને દીલ્હી બોલાવ્યા હતા અને પાર્ટી વિષે તથા ચુંટણી વિષે વાત કરી હતી. ત્યાર બાદ એમણે એવો સંકેત આપ્યો હતો કે 6 બળવાખોરોને ભૂલ સમજાઈ જાય તો એક વાર પાર્ટી માફ કરી શકે છે.
જો કે 11 ધારાસભ્યો ઉતરખંડ પહોંચી ગયા છે ત્યારે જાત જાતના ક્યાસ અને અનુમાનો લગાવાઈ રહ્યા છે. કોંગ્રેસ સરકારની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે તેવા સંકેત આવી ઘટનાઓ આપી રહી છે.