Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવા કવાયત

Sun, August 4 2024

કેન્દ્ર સરકારના નિર્દેશ પછી રાજ્ય સરકારે હાથ ધરી કવાયત
રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે

ગુજરાત સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવા માટે ટૂંક સમયમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે બજેટની જાહેરાત સમયે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને અનુરોધ કર્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ કવાયત હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના મહેસુલ વિભાગ અને નાણા વિભાગે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં કેટલો ઘટાડો કરી શકાય તેનો અભ્યાસ શરુ કર્યો છે.

થોડા સમય પહેલા જ ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો અને તેને પગલે પગલે મકાનોના ભાવમાં ભારે વધારો થયો છે. સુત્રો એવું માની રહ્યા છે કે, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવે તો જંત્રીના દરમાં થયેલા વધારાની અસરને અમુક અંશે હળવી કરી શકાશે. એપ્રિલ 2023થી ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ થયા છે જે અગાઉ કરતા ડબલ છે. રાજ્ય સરકાર જંત્રીના દર અને જમીનના ભાવોને સુસંગત કરવાની પ્રક્રિયામાં છે.

ટોચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર લોકો પર નાણાકીય બોજ ઘટાડી શકે છે જેના માટે તેણે રજિસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડ્યૂટીના દર ઘટાડવા પડશે. હાલમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન પર 4.9 ટકા સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે અને તેના પર વધારાની એક ટકા જેટલી રજિસ્ટ્રેશન ફી વસુલવામાં આવે છે. જોકે, મકાનની ખરીદી મહિલાના નામે કરવામાં આવે તો રજિસ્ટ્રેશન ફી લાગતી નથી.

રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા સમયથી સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે. ખાસ કરીને 25 લાખથી લઈને 75 લાખ સુધીના મકાનો માટે સ્ટેમ્પ ડ્યૂટી અડધી કરવી જોઈએ તેવી ડિમાન્ડ છે.

કોવિડ પછી ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ હતી. આ સમિતિએ પણ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફીમાં પણ કાપ મૂકવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તેમ છે. 2023-24માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી ગુજરાત સરકારની આવકમાં 60 ટકાનો વધારો થયો હતો. સરકારે એક વર્ષના ગાળામાં આ બે સાધનો દ્વારા 13,731 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. 2023-24ના એક વર્ષમાં 18.26 લાખ પ્રોપર્ટી રજિસ્ટર થઈ હતી એટલે કે અગાઉના વર્ષની તુલનામાં રજિસ્ટ્રેશનમાં 36 ટકાનો વધારો થયો હતો. જંત્રીના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો તેના કારણે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીની આવક વધી હતી તે સ્પષ્ટ જણાઈ આવે છે.

15 એપ્રિલ 2023ના રોજ જંત્રીના નવા દર અમલમાં આવ્યા તે સમયે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા મહિના સુધી રાહ જોયા પછી સરકારે તેનો અમલ કરી દીધો હતો.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન ફરી ટોચ પર, દુનિયામા ડંકો કઈ રીતે ? વાંચો

Next

શ્રીનગર પાસે વાદળ ફાટ્યુ : કારગીલ હાઈ-વે બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પાંચ રાજ્યોના પરિણામ : સટ્ટાબજારમાં કોંગ્રેસની બોલબાલા
નેશનલ
2 વર્ષ પહેલા
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો
Breaking
2 વર્ષ પહેલા
અભિનેતા આમિર ખાન ફસાયા ચેન્નઇમાં વાવાઝોડા અને પુર વચ્ચે, જાણો પછી શું થયું…?
નેશનલ
2 વર્ષ પહેલા
India vs England 3rd T20 : રાજકોટમાં ફર્યું વરુણનું ‘ચક્ર’ ઈંગ્લેન્ડને એકલા હાથે નચાવ્યું : પાંચ વિકેટ ખેડવી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર