સુરતના ડાયમંડ બુર્સનું ઉદઘાટન: ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદી આવશે
વિશ્વના સૌથી મોટા વ્યાપાર સંકુલ તરીકે નિર્મિત થયેલા સુરતના ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં સુરતના હિરાના વ્યાપારીઓનું એક પ્રતિનિધિમંડળ આજે સંસદભવન ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું જેમાં ટોચના 12 વ્યાપારીઓ જોડાયા હતા અને વડાપ્રધાનને આ ડાયમંડ બુર્સની બુકલેટ આપી હતી. વડાપ્રધાને બુર્સના ઉદઘાટનમાં આવવા સૈદ્ધાંતિક સમજુતી આપી છે અને તે ડિસેમ્બરમાં યોજાશે. આ ઉપરાંત આજે આ વ્યાપારીઓ નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી જયોતિરાદીત્ય સિંધીયાને મળશે. જેમની સમક્ષ સુરતને આંતરરાષ્ટ્રીય કનેકટીવીટી વધારવા માટે ખાસ અનુરોધ કરશે.