સમીર વાનખેડે કેવી મુશ્કેલીમાં મુકાયો ? જુઓ
મુંબઈ એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સામે મની લોન્ડરિંગની તપાસ
ઇડીએ મુંબઈ એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઇડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ હતું. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે.
બીજી તરફ ઇડી આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો એનસીબી સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે. ઇડીએ એ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ઇડી ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા. શાહરુખ ખાન પાસે લાંચ માંગવાનો પણ સમીર પર આરોપ મુકાયો હતો.
મે 2003માં સીબીઆઇએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સના કેસમાં ફસાવવાના એવેજમાં કથિત રીતે રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપમાં એફઆઇઆર નોંધી હતી. આ તમામ લોકો પર લાંચના પ્રથમ હપ્તા તરીકે 50 લાખ રૂપિયા લેવાનો આરોપ હતો. કેસ નોંધ્યા બાદ સીબીઆઇએ 29 ઠેકાણે દરોડા પાડ્યા હતા.