કેજરીવાલ વિપશ્યનાથી પાછા ફર્યા, હવે શું થશે ? વાંચો
દીલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ વિપશ્યનાથી પાછા આવી ગયા છે. તેઓ 19 મી ડિસેમ્બરથી વિપશ્યના માટે ચાલ્યા ગયા હતા અને 10 દિવસની સાધના બાદ દીલ્હી પાછા ફર્યા છે. હવે દારૂ નીતિ કૌભાંડ અંગે ઇડીના સમન્સ પર તેઓ હાજર થાય છે કે નહીં તેના તરફ સૌની નજર મંડાઇ છે.
ઈડીએ કેજરીવાલને 3 જુ સમન્સ મોકલ્યું હતું પણ તેઓ હાજર થયા નથી. એમને 3 જી જાન્યુઆરીના રોજ હાજર થવાની સૂચના અપાઈ છે. આ પહેલા 21 ડિસેમ્બરે ઈડીએ બીજું સમન્સ પાઠવ્યું હતું. તે પહેલાના બીજા 2 સમન્સ અંગે કેજરીવાલે કહ્યું હતું કે સમન્સ રાજનીતિથી પ્રેરિત છે.
કેજરીવાલે વિપશ્યનાથી પાછા ફર્યા બાદ સોશ્યલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. એમણે લખ્યું હતું કે સાધનાથી અસીમ શાંતિ મળી છે અને 10 દિવસ બાદ ફરી જનતાની સેવામાં હાજર છું. જો કે તેઓ હવે ઇડી સામે હાજર થાય છે કે નહીં તે જોવાનું રહે છે. આ બારામાં એમણે કોઈ વાત કરી નથી.