વડાપ્રધાને આસામમાં શું કહ્યું ? જુઓ
વડાપ્રધાને આસામથી 6 રાજ્યોને રૂપિયા 55,600 કરોડના પ્રોજેકટોની ભેટ આપી સભા સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના બે દિવસના પ્રવાસની શરૂઆત શનિવારથી કરી હતી અને આસામથી એમણે કૂલ 6 રાજ્યોને રૂપિયા 55,600 કરોડના પ્રોજેકટોની ભેટ આપી હતી. અનેક પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા. ફક્ત આસામ માટે જ રૂપિયા 17 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપી હતી.
આ તકે વડાપ્રધાને જનસભાને સંબોધન કરીને કહ્યું હતું કે અમારી સરકાર માટે નોર્થઈસ્ટ એક પરિવાર છે. બધા રાજ્યોને મોટા પ્રોજેકટો આપતાં ઘણો આનંદ થઈ રહ્યો છે. આ બધા રાજ્યો ઝડપી વિકાસ કરશે અને લોકોને વધુ સુવિધાઓ મળશે. અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યો માટે વિકાસની ઘણી તકો છે.
એમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ લોકોને પોતાના પરિવારના વિકાસની જ ચિંતા રહી છે અને અમને જનતાના ભવિષ્યની ચિંતા રહી છે. આ લોકો મને ગાળો જ દઈ રહ્યા છે અને હું લોકોની સુખાકારીના કામ કરી રહ્યો છું. એમણે અસામાના વખાણ કરીને કહ્યું હતું કે આરોગ્ય અને ઊર્જાના ક્ષેત્રમાં તેણે ઘણી પ્રગતિ કરી છે.
આસામના 5 લાખથી વધુ પરિવારોને પાકા ઘરના ઘર મળી ગયા છે અને હજુ પણ વધુ લોકોને ઘર આપવા માટે સરકાર મહેનત કરી રહી છે. નોર્થ ઇસ્ટના રાજ્યો માટે વિકાસમાં કોઈ કમી રાખવામાં આવશે નહીં તેવી ખાતરી પણ એમણે આપી હતી.