યુપીની રેલીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
વડાપ્રધાને યુપીના સહારનપુરમાં રેલી સંબોધી: ભ્રષ્ટ લોકોને છોડશું નહીં તેમ કહીને વિપક્ષ પર આકરો હુમલો કર્યો
વડાપ્રધાન મોદીએ શનિવારે યુપીના સહારનપુરમાં વિરાટ રેલી સંબોધી હતી. એમણે રેલીમાં કોંગ્રેસ પર મોટો હુમલો કરીને કહ્યું હતું કે લોકસભાની ચુંટણી માટેના કોંગ્રેસ પાર્ટીના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. આ પાર્ટી હવે સાવ પતી ગઈ છે. લોકોએ તેમને નકારી દીધા છે
વડાપ્રધાને એમ કહ્યું કે હવે બાકીની જે કોંગ્રેસ પાર્ટી બચી ગઈ છે તેમાં દેશહિત માટે કોઈ નીતિ નથી અને રાષ્ટ્ર નિર્માણ માટેનું કોઈ વિઝન પણ નથી. કોંગ્રેસનો ચુંટણી ઢંઢેરો જાહેર થયો છે અને તે જોઈને એમ લાગ્યું છે કે એમની પાસે આજના ભારત માટેની કોઈ આશા રહી નથી.
એમણે કહ્યું કે આઝાદીના આંદોલન વખતે જે વિચારો મુસ્લિમ લીગના હતા તે જ વિચારો તેમાં દેખાય છે. તેનાથી દેશને કોઈ મોટી આશા રહી નથી. કોંગ્રેસ હવે દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ પાસે જે કાઈ બચી ગયું છે ત્યાં પણ ડાબેરીઓ હાવી થઈ ગયા છે.
વડાપ્રધાને ભ્રષ્ટાચારીઓ સામે સખત એક્શન ચાલુ જ રાખવાનો વાયદો કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડાશે નહીં અને બધાએ જેલમાં જ જીવન ગાળવાનું છે. દેશને લૂટનારાઓને અમે છોડશું નહીં. એમણે પાછલા 10 વર્ષમાં દેશમાં કલાયકારી કામ અને યોજનાઓની યાદ અપાવી હતી અને ભાજપ સરકાર ત્રીજી વાર બની રહી છે તેમ કહીને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.