મહિલા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કરી જાહેરાત..વાંચો
સુધા મૂર્તિ બન્યાં રાજયસભાના સાંસદ, રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મએ કર્યાં નોમિનેટ
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિનાં પત્ની અને મશહૂર લેખિકા સુધામૂર્તિને રાજ્યસભા માટે નૉમિનેટ બનાવવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની માહિતી આપી છે. તેમણે કહ્યું, “મને ખુશી છે કે, ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિ જીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી છે. રાજ્યસભામાં તેમની હાજરી એ એક પ્રમાણપત્ર છે. આપણી ‘મહિલા શક્તિ’ માટે.’ આપણા દેશની નિયતિ ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે. હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.”
પીએમએ પોતાની પોસ્ટમાં લખ્યું- ભારતની રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભાઓ માટે મનોનિત કર્યાછે. રાજ્યસભામાં તેમની હાજરી નારી શક્તિનું શક્તિશાળી પ્રમાણ છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણના ક્ષેત્રમાં ઉત્તેજન આપનાર છે.સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે. લેખિકા હોવા ઉપરાંત તે એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે. સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન પણ રહી ચૂક્યા છે.સુધા મૂર્તિને તેમના સામાજિક કાર્ય માટે 2006 માં પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2023 માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.