મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ વિધાનસભાની 20 બેઠકો માંગી
ભાજપનું ટેન્શન વધાર્યું : મુંબઈની બેઠકો પર પણ તેની નજર
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બેઠકની વહેંચણીનો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએની મહાયુતિ ગઠબંધને કોઈપણ શરત રાખ્યા વગર ભાજપને સમર્થન આપ્યું છે, તો બીજીતરફ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત બેઠક વહેંચણી મુદ્દે ભાજપ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. રાજ વધુ પડતી બેઠકો માંગી રહ્યા છે.
મનસેએ રાજ્યમાં 20 વિધાનસભા બેઠકોની માંગ કરી છે. પાર્ટીએ દાવો કરેલી બેઠકો મોટાભાગે મુંબઈ અને મુંબઈ મહાનગર ક્ષેત્રની છે. આમાં વર્લી, દાદર-માહિમ, સેવરી, મગાઠાણે, ડિંડોશી, જોગેશ્વરી, વર્સોવા, ઘાટકોપર પશ્ચિમ, ચેંબુર, ઠાણે, ભિવંડી ગ્રામીણ, કલ્યાણ ગ્રામીણ, નાસિક પૂર્વ, વાણી, પંઠરપુર, ઔરંગાબાદ મધ્ય અને પુણેની એક બેઠક સામેલ છે. રાજ્યમાં વિધાનસભાની કૂલ 288 બેઠકો છે.
રાજ ઠાકરેની પાર્ટી વર્લી બેઠક પર આદિત્ય ઠાકરે વિરુદ્ધ સંદીપ દેશપાંડેને મેદામાં ઉતારી શકે છે. જ્યારે નિતિન સરદેસાઈ દાદર-માહિમ પરથી અને શાલિની ઠાકરે વર્સોવાથી ચૂંટણી લડી શકે છે.