ભારતીય નેવીએ અરબ સાગરમાં કેવી મર્દાનગી દેખાડી ? જુઓ
- કોને મદદ કરીને બચાવ્યા ?
- ચાંચિયા શું કરવાના હતા ?
ભારતીય નેવીએ અરબ સાગરમાં એક માલવાહક જહાજને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો. નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે.
ભારતીય સેનાએ જહાજ હાઈજેકની જાણ થતા જ તાત્કાલિક બચાવ અભિયાન શરુ કરી દીધું હતું અને વિરતાનું પ્રદર્શન કર્યું હતું.
નેવીએ અરબ સાગરમાં એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં નેવીને છ અજ્ઞાત લોકોએ 18 લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યાની જાણ થતા જ તંરત જ બચાવ અભિયાન શરુ કર્યું હતું.
ભારતીય નૌસેનાએ કહ્યું કે માલ્ટા કાર્ગો જહાજ પર 18 ક્રૂ મેમ્બર તૈનાત છે. ક્રૂ મેમ્બરોએ 14 ડિસેમ્બર 2023ના રોજ પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે છ અજાણ્યા લોકો જહાજની નજીક આવી રહ્યા છે. આ માહિતી પર તરત જ કાર્યવાહી કરતા નૌકાદળે માલ્ટા જહાજની મદદ માટે તેનું એરક્રાફ્ટ દ્વારા માલ્ટા ધ્વજવાળા જહાજ MV રુએનને લૂટારાઓથી બચાવી લેવામાં આવ્યુ હતું. નેવી દ્વારા જહાજની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ જહાજ સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
