પરિણીત મુસ્લિમ મહિલાને કોર્ટે શું કહ્યું ?
પરિણીત મુસ્લિમ મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહી શકે નહીં
અલહાબાદ હાઇકોર્ટે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી એક પરિણીત મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી રદ કરી દીધી હતી. મહિલાએ પોતાના જાનને જોખમ છે તેમ કહીને સુરક્ષા માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં એમ ઠરાવ્યું હતું કે કોઈ પણ પરિણીત મુસ્લિમ મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહી શકે નહીં કારણ કે તે મુસ્લિમ લો મુજબ હરામ છે એટલે કે તે પાપ છે. લિવ ઇન રિલેશનશીપને ઇસ્લામમાં હરામ કહેવાય છે.
ન્યાયમૂર્તિ રેણું અગ્રવાલની પીઠે એક વિવાહિત મુસ્લિમ મહિલા અને તેણીના હિન્દુ લિવ ઇન પાર્ટનર્ દ્વારા પિતા તથા અન્ય કુટુંબીજનો સામે જાનથી મારી નાંખશે તેવો ભય દર્શાવતી દાદ માગવામાં આવી હતી. પોતાને અને પાર્ટનરને સુરક્ષા પૂરી પાડવાની અરજીમાં માંગણી કરાઇ હતી.
જજે એમ કહ્યું હતું કે મહિલાના અપરાધિક કૃત્યને અદાલત દ્વારા સમર્થન કે સંરક્ષણ આપી શકાય નહીં. મુસ્લિમ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ મહિલા પાર્ટનર સાથે રહે છે અને મુસ્લિમ લો મુજબ કોઈ પરિણીત મહિલા બાહર જઈને લગ્ન કરી શકે નહીં. મુસ્લિમ લો મુજબ આવું કરવાને હરામ અને પાપ ગણવામાં આવ્યું છે. આવો કોઈ પણ સંબંધ વિવાહની પ્રકૃતિ કે પછી સંબંધના દાયરામાં આવતો નથી.
યુપીના મુઝફ્ફરપુર જિલ્લાની એક મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહે છે અને તેણીએ પોતાને અને પાર્ટનરને સુરક્ષા પૂરી પાડવા માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરી હતી અને આ કેસમાં જજે તેણીની અરજી રદ કરી દીધી હતી.