લોકસભામાં ભાજપના સાંસદે ઊઠાવ્યાં સવાલ, અનુરાગે કહ્યું કોંગ્રેસ અને ચીન વચ્ચે પ્રેમ,ટેક મુઘલ સિંઘમ દ્વારા ચીનની રકમ અપાઈ
અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમસના એક રિપોર્ટ થી દેશમાં અને સંસદમાં હંગામો મચી ગયો છે . આજે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા એક ન્યૂઝ પોર્ટલ ન્યૂઝ કલીકને મળેલી રૂપિયા 38 કરોડના ચીની ફંડિંગ અંગે સવાલો કર્યા હતા . કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોનફરન્સમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી પર હુમલો કરીને કહ્યું હતું કે ચીનની મદદથી જ એમની નફરતની દૂકાન કેમ ચાલી રહી છે. ચીન કોંગ્રેસ અને ન્યૂઝકલીક વચ્ચે સંબંધ છે . દેશવિરોધી એજન્ડા માટે ચીનનું ફંડિંગ થયૂ છે.
એમણે કહ્યું હતું કે રાહુલની નકલી પ્રેમની દૂકાનમાં ચીની સામાન ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે . આ લોકો ભારતવિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે . ઠાકુરે એવો સવાલ પણ કર્યો હતો કે લેફ્ટની વિચારધારાવાળા ન્યૂઝ પોર્ટલને આટલી મોટી રકમ કેવી રીતે અપાઈ છે .
અમેરિકી અખબારના જણાવ્યા મુજબ ટેક મુઘલ નેવીલ રૉય સિંઘમ મારફત ચીની પ્રોપેગેન્ડા ચલાવવા માટે ફંડિંગ થયું છે . અત્રે ઉલ્લેખનીય છે કે 2021 માં આ મામલો સામે આવ્યો હતો, ઈડીની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે પોર્ટલને વિદેશથી રૂપિયા 38 કરોડની જંગી રકમ મળી છે .
દૂબેએ એવો સવાલ પણ કર્યો હતો કે ચીન કેમ વારંવાર કોંગીના નેતાઓને બોલાવે છે . ભારત પર જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે ચીને કોંગ્રેસને ફંડિંગ કર્યું છે . 2008 માં ચીનમાં થયેલા ઓલિમ્પિક દરમિયાન કોંગીના નેતાઓને બોલાવાયા હતા . ત્યારબાદ ડોકલામમાં ઝડપ થઈ હતી ત્યારબાદ પણ કોંગીના નેતાઓ ચીન ગયા હતા.
એમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે ચીન ની મદદથી કોંગ્રેસ દેશને તોડવા માંગે છે. હવે કોંગ્રેસને ચુંટણી લડતા જ રોકી દેવાની જરૂર છે . જો કે આ બધા વચ્ચે હજુ સુધી પોર્ટલ તરફથી કોઈ બયાન જારી થયું નથી .