જમ્મુ-કાશ્મીરમાં ક્યાં થયું એન્કાઉન્ટર? કેટલા આતંકી માર્યા ? જુઓ
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ગુરુવારે ત્રણ આતંકીઓ ઠાર થયા હતા. જવાનો સાથેના ગોળી યુધ્ધ બાદ સંતાઈ ગયેલા આતંકી માર્યા ગયા હતા.
ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કુમકડી વિસ્તાર અને તંગધાર સેક્ટરમાં ગોળી યુધ્ધ થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. બીજી તરફ રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ આતંકવાદી ઘેરાયા હતા. એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ગુરુવારે ચાલુ રખાયું હતું અને સેનાએ આતંકવાદીઓના મૃતદેહ રિકવર નથી કર્યા.
ગુરુવારે સવારે રાજૌરી જિલ્લાના લાઠી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ગુરુવારે સવારે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ અને સૈનિકો સામસામે આવી ગયા હતા.
