ચુંટણી પંચના રડારમાં રાહુલ કેવી રીતે આવ્યા ? વાંચો
તામિલનાડુમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ
લોકસભાની ચુંટણીમાં પ્રચાર દરમિયાન ચુંટણી પંચે ચેકિંગની કાર્યવાહી ઝડપી અને સખત બનાવી છે. કોઈ પણ મોટા નેતાની ચકાસણી કરવામાં આવી રહી છે અને સોમવારે તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
પોતાના મત વિસ્તાર વાયનાડ જતા પહેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ અનેક શંકા-કુશંકા ઉપજાવે છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાહુલ પોતાના મત વિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા, ત્યાં તેઓ જાહેર રેલીઓ સહિત અનેક ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાના છે.
રાહુલ ગાંધીએ તમિલનાડુના સરહદી વિસ્તાર નીલગીરી જિલ્લામાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ કેરળના સુલતાન બાથેરી પહોંચવા માટે રોડ માર્ગથી યાત્રા કરી હતી.
રાહુલ ગંધીના રોડ શોમાં ભાગ લેવા માટે સેંકડો લોકો આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં વાયનાડ મતવિસ્તારમાં રાહુલ ગાંધીનો મુકાબલો સીપીઆઈ નેતા એની રાજા અને ભાજપના ઉમેદવાર સુરેન્દ્રન સાથે થશે.