ક્યાં પહોંચ્યો વિદેશી મુદ્રા ભંડાર ? જુઓ
રિઝર્વ બેન્કના અહેવાલમાં અપાયા ખુશ ખબર: અર્થતંત્ર મજબૂત
દેશનો વિદેશી મુદ્રા ભંડાર સતત 6 ઠા સપ્તાહે ઉછળીને ઓલ ટાઈમ હાઇ ઉપર પહોંચી ગયો છે. રિઝર્વ બેન્ક દ્વારા પોતાના અહેવાલમાં આમુજબની જાણકારી અપાઈ હતી. બેન્ક દ્વારા આ માટેના આંકડા જારી કરવામાં આવ્યા હતા જે દેશ માટે ખૂબ જ ખુશીની વાત છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ 29 મી માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.951 અબજ ડોલર વધીને 645.583 અબજ ડોલર થઈ ગયું છે. પાછલા 5 સપ્તાહમાં કૂલ 26.5 અબજ ડોલરનો વધારો થઈ ગયો હતો. સતત વધારો દેશના અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે.
રિઝર્વ બેન્ક દ્વારા પાછલા સમયમાં કેટલાક સુધારાત્મક પગલાં લેવાયા હતા અને તેને લીધે વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારાનો દોર શરૂ થયો હતો અને આગામી સમયમાં પણ ભંડારમાં વધારનો દોર ચાલુ જ રહેવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયાની સ્થિરતા માટે અને તેની હાલત સુધારવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ભંડારનો ઉપયોગ કરવામાં આવે છે. દેશના અર્થતંત્ર માટે વિદેશી મુદ્રા ભંડારના આંકડા ખૂબ જ સંતોષકારક રહ્યા છે.